વડાપ્રધાનશ્રીનરૅદ્રમૉદી, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને સાંસદ શ્રી સી.આર.પાટીલ સાથે સમારોહ સ્થળે ખૂલ્લી જીપમાં સવાર થઈ જનમેદનીનું અભિવાદન ઝીલતા મંચ સુધી પહોંચ્યા હતા. સભામાં ઉપસ્થિત માનવ મહેરામણે વડાપ્રધાનશ્રીને હર્ષનાદ સાથે વધાવ્યા હતા. તેમના આગમન દરમિયાન પરંપરાગત આદિવાસી નૃત્યો અને આદિવાસી વાદ્યોની સુરાવલિ સાથે ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનશ્રીએ અહીં રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે ગુણાત્મક પરિવર્તન માટે લેવાયેલા યોજનાકીય પગલાઓની માહિતી આપતા વિવિધ સ્ટોલ્સ- પ્રદર્શનની મુલાકાત પણ લીધી હતી. મુખ્યમંત્રીશ્રી સહિત મહાનુભાવોએ વડાપ્રધાનશ્રીને આદિવાસી પરંપરાના પ્રતિક સમાન તીરકામઠું, કડું, કોટી, સાફો અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સ્વાગત કર્યું હતું.
નવયુવાનોએ વડાપ્રધાનશ્રીનું ઉમળકાભેર દિલથી સ્વાગત કર્યું હતું અને ગૌરવની લાગણી અનુભવી હતી.
રિપોટર વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી વડોદરા