ગાયકવાડી શાસન દરમિયાન મૂળ ખેડૂતોના ખેતીના પાક માટે આ વઢવાણા તળાવ બનાવવામાં આવ્યું હતું. જેમાં વઢવાણા સિંચાઈ તળાવ તરીકે ખેતીના પાકને પાણી આપવામાં આવતું હોવાથી આશરે 22 ગામોના ખેડૂતોને ખેતી માટે પાણી પૂરું પાડતું આ તળાવ દેશ વિદેશી આવતા પક્ષીઓ માટે પોતાનું કામ ચલાવ રહેઠાણ બની ચૂક્યું છે.
ડભોઈના વઢવાણા સિંચાઈ તળાવ ખાતે શિયાળાની ઋતુમાં દેશ વિદેશના રંગબેરંગી પક્ષીઓ નિહાળવા માટે સહેલાણીઓ મોટી સંખ્યામાં પરિવાર સાથે આવતા હોવાથી તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા વેટલેન્ડ પર્યટકો માટે મનોરંજનના સાધનો સાથે અધ્યતન વઢવાણા તળાવ ખાતે 171 પ્રજાતિના પક્ષીઓ એ મુલાકાત લીધી હતી. જેમાં ચાલું વર્ષે પક્ષીઓની ફોરેસ્ટ વિભાગ અને અન્ય સંસ્થાઓ સાથે મળીને ગણતરી કરતા 54,171 પક્ષીઓ તળાવના મહેમાન બન્યા હતા.
પક્ષીઓની ગણતરી સાથે સંકળાયેલા કર્મચારીઓને કહેવા અનુસાર આ વર્ષે અગાઉ ભાગ્યે જેવા મળેલા પક્ષીઓ જેમ કે પ્રીનિયા, કોમન, ફ્લેમિંગો, રેડ ક્રિસ્ટેડ, અને ઓસ્ટ્રેલિયન સ્ટિલ્ટસ, ડેલિકેટ વિગેરે પણ વઢવાણા તળાવ અને તેની આસપાસ નજરે પડ્યા હતા.