છોટાઉદેપુર દ્વારા ગૌણ પેદાશની ખરીદીમાં મસ મોટું કૌભાંડ થયો હોવાના આક્ષેપ


 છોટાઉદેપુર નગરમાં આવેલ ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ ડિવિઝનલ મેનેજરની કચેરી છોટાઉદેપુર દ્વારા ગૌણ પેદાશની ખરીદીમાં મસ મોટું કૌભાંડ થયો હોવાના આક્ષેપ સાથે આદિવાસી અગ્રણી નરેન્દ્ર ભાઈ રાઠવા દ્વારા છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી તપાસ કરવા અને કૌભાંડમાં સંડવાયેલા તમામ સામે કડકમાં કડક સજા કરવા માંગ કરવામાં આવી હતી

આદિવાસીને રોજગાર મળે એ હેતુથી રાજ્ય સરકાર દ્વારા નિગમની સ્થાપના કરી છે. તો આવા જવાબદાર અને ઉચ્ચ અધિકારી દ્વારા આદિવાસીની રોજગારી છીનવી આદિવાસીનું આર્થિક શોષણ કરી રહ્યા છે. ત્યારે આવા તમામ મુદાઓ પર જે તે આદિવાસી લાભાર્થી સાથે ચર્ચા કરીને માહિતી મેળવેલ છે. જેના કેટલાક વીડિઓ રેકોર્ડીંગમાં પુરાવા છે. તમામ મુદાઓ પર સંપૂર્ણ પણે ભ્રષ્ટાચાર થયેલ છે. જેના પુરાવા સાથે માહિતી છે અને જે નિગમનું કોભાંડ દર્શાવે છે. પુરવાર સાબિત કરવા પણ સક્ષમ છુ.અને જરૂર પડે તો હું નિગમને કોર્ટ સુધી લઇ જઈશ તેવો હુંકાર આદીવાસી નેતા નરેન્દ્ર ભાઈ રાઠવાએ ભર્યો હતો.

Post a Comment

Previous Post Next Post