છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુગામ ખાતે દ્વિતીય કૌશલ દિક્ષાન્ત સમારોહ ની ઉજવણી

 

જબુગામ તા 12.10.2023

ડાયરેક્ટર ઓફ જનરલ ટ્રેનીંગ,નવી દિલ્હી ની ગાઈડલાઈન મુજબ સમગ્ર દેશમાં યોજાનાર દ્વિતીય કૌશલ દિક્ષાન્ત સમારોહ ની ઉજવણી ના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુગામ ખાતે આવેલી નિયામકશ્રી રોજગાર અને તાલીમ,ગાંધીનગર સંચાલિત સરકારી ઔ.તા.સંસ્થા,જબુગામ ખાતે આજરોજ તારીખ 12/10/2023 ના રોજ સવારે 11:00 કલાકે સંસ્થા ના કોન્ફરન્સ હોલમાં કૌશલ દિક્ષાન્ત સમારોહ યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે વર્ષ 2023 માં પાસ આઉટ 

કુલ 113 તાલીમાર્થી વિદ્યાર્થીઓ એ મેળવેલ ડિગ્રી ના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.સદર કાર્યક્રમ માં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, જબુગામ ના બ્રાન્ચ મેનેજર હેમંત પ્રકાશ અને આસી. મેનેજર પંડ્યા તેમજ વાહૈદ એન્જીયરીગ કંપની,બોડેલી ના મેનેજર મકસુદભાઈ તેમજ શ્રી સી.એન.બક્ષી.વિદ્યાલય, જબુગામ ના આચાર્ય શ્રી એમ.પી.ચૌહાણ હાજર રહ્યા હતા.આ પ્રસંગે આઈ. ટી.આઈ. જબુગામ ના પી.પી.પી. પાટર્નર ચેરમેન અરવિંદ ભાઈ પટેલે ( બરોડા મોલ્ડસ એન્ડ ડાઇસ,વાઘોડિયા ) એ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.સદર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે આચાર્ય શ્રી એચ.જે.કોલી.ના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફ મિત્રો એ સુચારુ કામગીરી કરી હતી.આચાર્ય દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું.ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તાલીમાર્થીઓ ને મોટીવેશન સ્પીચ આપવામાં આવી હતી અને કાર્યક્રમ ના અંત માં આભારવિધિ સુ.ઇ. શ્રીમતી એન.એમ.સોની દ્વારા કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન વ્યવસ્થા સુ.ઇ. ટી.એન.મોદી દ્વારા કરવામાં આવી હતી.

રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ જબુગામ

Post a Comment

Previous Post Next Post