લીલી પરિક્રમા 36 કિ.મી.ના પરિક્રમા પથ પર વહીવટી તંત્ર ખડેપગે


 ગિરનારની ગોદમાં થાય છે લીલી પરિક્રમા 36કિ.મી.ના પરિક્રમા પથ પર વહીવટી તંત્ર ખડેપગે શ્રદ્ધાળુઓએ તંત્રની કામગીરીને બિરદાવી

ગરવા ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમાનો આજે ત્રીજો દિવસ છે અને અત્યાર સુધીમાં 12.25 લાખ લોકોએ પરિક્રમા પૂર્ણ કરી લીધી છે જે પોતાનામાં એક મોટો રેકોર્ડ છે અને ગત વર્ષના મુસાફરોની સંખ્યાના રેકોર્ડને ભાવિકોએ તોડી નાખ્યો છે.પરંપરાગત રીતે યોજાતી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થયાને આજે ત્રીજો દિવસ છે ત્યારે અત્યાર સુધીમાં 12,25,000 ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી લીધી છે અને હજુ પણ પરિક્રમા રૂટ ઉપર 1.50 લાખ શ્રદ્ધાળુઓ પરિક્રમા કરી રહ્યા છે. ભાવિકો મોટી સંખ્યામાં પ્રકૃતિની સાથે ભક્તિના સમાગમ એવી આ અદ્ભુત યાત્રાના સહયાત્રી થવા માટે ઉમટી પડ્યા છે અને હજુ પણ ભાવિકોનો પ્રવાહ અવિરત શરૂ જ છે, ત્યારે ગત વર્ષની સરખામણીમાં આ વખતે વધુ ભાવિકોએ ગિરનારની લીલી પરિક્રમાનો લાભ લીધો હતો.                                                                                                   36 kmની ગિરનારની આ પરિક્રમા દરમિયાન લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વહીવટી તંત્ર પોલીસ વિભાગ અને વન વિભાગ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે પણ ભાવિકોને ખૂબ જ સારી વ્યવસ્થાઓ ઉભી કરી દીધાનો આનંદ જોવા મળ્યો હતો પરિક્રમાના રૂટ ઉપર જમવાથી લઈને પીવાના પાણી તેમજ શૌચાલય સહિતની તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી

Post a Comment

Previous Post Next Post