વડોદરા એસટી ડિવિઝનને દિવાળી પર્વ ફળ્યો

 વડોદરા એસટી ડિવિઝન દ્વારા દિવાળી પર્વને લઈને મુસાફરોના ધસારાને ધ્યાને રાખી કવાંટ, દાહોદ, ગોધરા, છોટા ઉદેપુર, લુણાવાડા તરફના મુસાફરોનો ઘસારો વધુ હોય વડોદરા સેન્ટ્રલ બસ ડેપો ખાતેથી વધુ બસો દોડાવવામાં આવી હતી. જેના કારણે વડોદરા એસટી ડિવિઝનને દિવાળી પર્વ ફળ્યો હોય તેમ છેલ્લા એક જ સપ્તાહમાં વડોદરા એસટી ડિવિઝનને રૂપિયા 3.60 કરોડની આવક થઇ છે.રાજ્યના એસટી વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે વધુ 2200 એસટી બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વડોદરા એસટી ડિવિઝન દ્વારા સેન્ટ્રલ એસટી ડેપો ખાતેથી સુરત અને સૌરાષ્ટ તરફ વધુ 50 બસો દોડવામાં આવી હતી ખાસ કરીને આદિવાસી વિસ્તારના રહીશો નોકરી તેમજ મજૂરી અર્થે વડોદરા અને તેની આસપાસના વિસ્તારમાં આવતા હોય છે. દિવાળી પર્વની ઉજવણી કરવા પરત વતન જતા હોય આથી વડોદરા એસટી ડેપો ખાતે દાહોદ, ગોધરા, લુણાવાડા, છોટાઉદેપુર અને કવાટના રૂટ પર મુસાફરોનો ધસારો જોવા મળતો હોય છે.


Post a Comment

Previous Post Next Post