સોમનાથ કાર્તિક પૂર્ણિમાં મેળો પવિત્ર ત્રિવેણી સંગમ પાસે આવેલા ગોલોકધામ મેદાનમાં યોજાશે.


દેશના બાર જ્યોર્તિલિંગ પ્રથમ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પંચદિવસીય કાર્તિકી પૂર્ણિમા મેળાનો તારીખ ૨૨ નવેમ્બરથી ૨૬ નવેમ્બર સુધી યોજાશે. હાલ તો મેળાના આયોજન અંગે તડામાર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અહીં સ્ટોલ્સ, રાઇડ્સને જગ્યા ફાળવી દેવામાં આવી છે. પરંપરાગત મેળા અંગે માહિતી આપતા સોમનાથ મંદિર ટ્રસ્ટના ઈન્ચાર્જ જનરલ મેનેજરલોકમેળાની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ૨૨મીએ સાંજના ૫.૩૦ કલાકે ઢોલ-શરણાઈ, પવિત્ર વેદમંત્રોચ્ચાર અને આતશબાજીની ધુમધડાકા સાથે પંચદિવસીય મેળાનું ઉદઘાટ્ન થશે. આ વરસે સોમનાથ કાર્તિક પૂર્ણિમાં મેળો પવિત્ર ત્રિવેણી સંગમ પાસે આવેલા ગોલોકધામ મેદાનમાં યોજાશે. 

મેળો પ્રથમ સોમનાથ મંદિર સાનિધ્યે યોજાતો  વર્ષ ૨૦૨૩માં ગોલોકધામ મેદાનમાં મેળો યોજાશે. અહીં મેળાના સ્ટોલ-પ્રદર્શન માટેની જગ્યાઓ ગોઠવાઈ ગઈ છે. સોમનાથમાં પ્રથમ મેળો ૧૯૫૫થી શરૂઆત થઇ હતી. જે માત્ર એક દિવસનો જ યોજાતો હતો. પરંતુ એ પછી મેળાના દિવસો લંબાવાતા જ ગયા છે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળે તા.૨૭-૦૨-૧૯૫૫ના રોજ કરેલા ઠરાવ મુજબ દર વરસે કાર્તિક પુર્ણિમા મેળાનું આયોજન કરે છે. બે દિવસના મેળા બાદમાં ક્રમશ: ત્રણ દિવસ બાદ પાંચ દિવસનો મેળો યોજવામાં આવે છે. અપવાદરૂપે અહીં કોરોના કાળ અને ભારત-ચીન યુધ્ધ સમયે મેળો સદંતર બંધ પણ રહેલ હતો. જ્યારે વર્ષ ૨૦૧૯માં સંભવિત વાવાઝોડાનાં કારણે આઠ નવેમ્બરથી શરૂ થનારો મેળો મોડો એટલે કે ૧૧ નવેમ્બરથી ૧૫ નવેમ્બર સુધી તારીખ પાછી ઠેલી યોજાયો હતો                                                                                                                         કાર્તિકી પૂનમની રાત્રિના ૧૨ વાગ્યે ભગવાન શિવની મહાપૂજા થાય ત્યારે ચંદ્ર મંદિરના શિખર ઉપર એવી રીતે ગોઠવાય છે જાણે ભગવાને ચંદ્રને મસ્તક ઉપર ધારણ કર્યો હોય. એક એવી માન્યતા છે કે કૈલાસ મહામેરૂપ્રસાદના નામે ઓળખાતા આ ભવ્ય દેવાલયના શિખરની ઉપર કાર્તિક પૂર્ણિમાની રાત્રિએ ચન્દ્ર એવી વિશેષ રીતે પ્રકાશે છે કે જે ખગોળશાસ્ત્રીય વિશેષતા છે કે પૂનમની રાત્રિએ બાર વાગ્યે શિવની જ્યારે મહાપૂજા થાય છે ત્યારે ચન્દ્રમા એવી વિશેષ રીતે મંદિરના શિખરની ઉપર ગોઠવાઈ જાય છે કે જાણે ભગવાન શિવે ચંન્દ્રમાને મસ્તક ઉપર ધારણ કર્યો હોય. ઈતિહાસ ગાથા એ પણ કહે છે ''સોમનાથ જેવા પ્રાચીન શિવાલયમાં કુમારપાળે વિક્રમ સવંત ૧૨૨૫માં સોમનાથનો જીર્ણોદ્ધાર કરીને નવી પ્રાણપ્રતિષ્ઠા કાર્તિક પૂર્ણિમાએ કરેલી અને તે પહેલાં ભીમદેવ પહેલાએ સવંત ૧૦૮૬માં સોમનાથ મહાદેવને પુજીને કાર્તિક પૂનમે ગ્રામદાન કર્યું હતું. બોમ્બે ગેઝેટીયરમાં પણ સોમનાથના તે યુગના મેળાનો ઉલ્લેખ છે. મિરાતે એહમદી ઈતિહાસ પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે પેશ્વાના સમયમાં ચોથ ઉઘરાવવા માટે પ્રજાને રંજાડ થતા આ મેળો બંધ થયો હતો. 

Post a Comment

Previous Post Next Post