છોટાઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકાની સરકારી વિનિયન કોલેજ ખાતે તા.૧૫ ડિસેમ્બરના રોજ ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મહિલાઓ સાથે થતી હિંસા અને અસમાનતા તથા તાના નિવારણ અને તેને લગતી કાયદાકીય જોગવાઈ, મહિલા અને બાળ અહીકારીની કચેરીમાં ચાલતી વહાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપ પુન: લગ્ન આર્થિક સહાય યોજના, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન, બેટી બચાવો બેટી પઢાવો વગેરે વિષે બહેનોને જાણકારી આપવામાં આવેલ. આ અંગેનું એક ફિલ્મ નિદર્શન પણ કરવામાં આવેલ હતું.
આ સમારંભમાં કોલેજના આચાર્યશ્રી સી.બી રાઠવા અધ્યક્ષસ્થાને પધાર્યા હતા ઉપરાંત કોલેજના અધ્યાપક્શ્રી, વિદ્યાર્થીઓ, જીલ્લા દહેજ પ્રતિબંધક તેમજ રક્ષણ અધિકારી, મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીના અધિકારીઓ કર્મચારીઓ જોડાયા હતા.