કવાંટને રૂ. ૨.૨૦ કરોડના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેશનની ભેટ આપતા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી

છોટા ઉદેપુરના જનપયોગી વિકાસકાર્યોમાં વધારો : આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરની સુવિધાયુક્ત બસ સ્ટેશન

 આજ રોજ છોટાઉદેપુર જિલ્લાના કવાટ મુકામે નવીન બનાવેલ બસ ડેપોનું લોકાર્પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા નવીન બસ ડેપો માં કુલ નવા 25 રૂટ સાથે  આ બસ ડેપો નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાના સાંસદ ગીતાબેન રાઠવા છોટાઉદેપુર ના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા તથા પાવીજેતપુર ના ધારાસભ્ય શ્રી જયંતીભાઈ રાઠવા તથા બોડેલી તાલુકાના ધારાસભ્ય શ્રી અભેસિંહ તડવી ઉપસ્થિત રહ્યા


ભાજપ ના જિલ્લા પ્રમુખ શ્રી ઉપેન્દ્ર રાઠવા પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

આ લોકાર્પણ ના કાર્યક્રમ માં  હર્ષ સંઘવી એ કહ્યું કે  આ નવીન બસો ને સાચવવા ની જવાબદારી આપણી સૌની પોતાની છે.બસ અને બસ ડેપો ને સારી અને સ્વચ્છ રાખવાની અપીલ કરી હતી.

સાથે સાથે પોલીસ ને પણ કહ્યું કે જે લોકો આજે તમારા થી ડરે છે એ સર્વ ડરવા જ જોઈએ જેવાકે દારૂ,ડ્રગ્સ,ચોરી,અને ગુનાહિત કૃત્ય કરવા વાળા અને સામાન્ય માણસ વગર હિચકિચાટ થી પોલીસ સ્ટેશન આવવો જોઈએ. છોટાઉદેપુર જિલ્લામાંથી દારૂનું દુષણ ડામવા માટે પ્રયાસો થવા જોઈએ અને દારૂનું વેચાણ બંધ થવું જોઈએ ગૃહરાજયમંત્રીશ્રીએ કવાંટ થી છોટાઉદેપુર એસ.ટીની મુસાફરી કરી.

Post a Comment

Previous Post Next Post