bodeli 02-01-2024......
આજરોજ બોડેલી ખાતે બે એસ.ટી રૂટની નવીન બસોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પ્રથમ રૂટ બોડેલી-કવાંટ-જુનાગઢ ના રૂટની અને બીજો રૂટ બોડેલી-છોટાઉદેપુર-નખત્રાણા એમ કૂલ મળીને બે રૂટને નવી અદ્યતન બસો ફાળવવામાં આવી હતી. આ રૂટની બસોને જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા, તાલુકા પંચાયતના પ્રમુખ શીતલકુંવરબા મહારાઉલ, બોડેલી એસ.ટી ડેપો મેનેજર એસ.પી વસાવા, બંને બસના ડ્રાઈવર, કંડકટર તેમજ એસ.ટી ડેપોના કર્મચારીગણ હાજર રહ્યા હતા. આ બને બસો ડીલક્ષ એક્સપ્રેસ બસ છે અને જીપીએસ ટેકનોલોજી તેમજ સ્પીડ સેન્સર જેવા ડીવાઈસ ધરાવે છે. આજરોજ બોડેલી ડેપો ખાતે આ બંને રૂટની બસોને લીલી જંડી આપી ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. પ્રથમ રૂટની બસ બોડેલીથી સવારે ૧૧ વાગે ઉપડી કવાંટ જશે અને કવાંટથી બપોરે ૧.૩૦ વાગે જુનાગઢ જવા રવાના થશે. જુનાગઢથી આ બસ બપોરે ૧.૩૦ વાગે પરત આવવા નીકળશે. જયારે બીજા રૂટની બસ નખત્રાણાની બસ બોડેલીથી બપોરે ૧.૧૫ વાગે છોટાઉદેપુર આવી છોટાઉદેપુરથી બપોરે ૩ કલાકે નખત્રાણા જવા રવાના થશે. આ બસ નખત્રાણાથી બપોરે ૧.૪૫ વાગે ઉપડશે.