છોટાઉદેપુર- ૩૧/૦૧/૨૦૨૪
કુદરતી અને માનવસર્જિત આપદાઓ વિષયક પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓને તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.
છોટાઉદેપુર જિલ્લા માં આવતા કૂદરતી ભૂકંપ, વાવાઝોડુ, પૂર, ઔદ્યોગિક અકસ્માત, આગ જેવી બહુવિધ આપત્તિઓ સમયે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃત થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા શાળા સલામતી કાર્યક્રમ અમલમાં મુકાયો છે. આપત્તિ સમયે સાવચેતી અને સલામતી વિશે વિશેષ માર્ગદર્શન મળી રહે તે માટે તા. ૨૮ જાન્યુઆરી થી છોટાઉદેપુર જિલ્લાની ૧૨૫૫ પ્રાથમિક શાળામાં મેગા ઈવેન્ટ અને કુલ ૩૫ થી વધુ સરકારી પ્રાથમિક શાળામાં ‘‘શાળા સલામતી સપ્તાહ – ૨૦૨૪’’ની ઉજવણીનો શુભારંભ થયો હતો.