છોટાઉદેપુર જિલ્લાના ૧૦ હજારથી વધુ લાભાર્થીઓનું 'ઘર ના ઘર'નું સ્વપન સાકાર કરતી ભાજપ સરકાર

                                                                                      સંખેડામાં ૪૦૯૪, જેતપુર પાવીમાં ૪૦૦૭, અને છોટાઉદેપુરમાં ૨૧૦૩ આવાસોના ઈ-લોકાર્પણ





 આ કાર્યક્રમના ઉપલક્ષમાં સંખેડામાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબહેન પટેલ, ધારાસભ્યશ્રી અભેસિંહ તડવી,જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામેલીયા અને નિવાસી અધિક કલેકટરશ્રી એસ.ગોકલાણીની ઉપસ્થિતિમાં ડી.બી,પારેખ હાઇસ્કુલ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૪૦૯૪ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેતપુરપાવીના ધારાસભ્યશ્રી જયંતીભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં એ.પી.એમ.સી કવાંટ ખાતે કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ૪૦૦૭ આવાસોનું લોકાર્પણ કરાયું હતું.છોટાઉદેપુરના ધારાસભ્યશ્રી રાજેન્દ્રભાઈ રાઠવાની ઉપસ્થિતીમાં એસ.એન.કોલેજ ગાઉન્ડ ખાતે ૨૧૦૩ આવાસોનું ઇ લોકાર્પણ કરવામાં આવ્યુ હતું

Post a Comment

Previous Post Next Post