છોટાઉદેપુર,તા.22/02/2024.
છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે કલેક્ટર શ્રી અનીલ ધામેલીયાના અધ્યક્ષપદે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં કલેક્ટરશ્રીએ નાગરિકોના પ્રશ્નોને સાંભળીને ઉપસ્થિત અધિકારીશ્રીઓને સૂચનો આપીને સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવા અંગે તાકિદ કરી હતી.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા જમીન, જમીન વધ-ઘટ તથા ક્ષેત્રફળ સુધારામાં પુન:ચકાસણી અને રસ્તાઓના દબાણ દુર કરીને રસ્તાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા, ખેતીવાડીના સિચાઈના પ્રશ્નો, આંગણવાડીની ભરતી પ્રક્રિયા, ખાદ્ય સામગ્રીના પરવાના સહિતના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કુલ ૧૯ અરજીઓ આવેલી હતી જેમાંથી ૩ અરજીઓનું કલેકટરશ્રી દ્વારા સ્થળ પર જ નિકાલ કરવા સુચન કર્યું હતું. ૮ અરજીઓમાં જે-તે ખાતાના આધિકારીઓને સ્થળ પર જઈ યોગ્ય કાર્યવાહી કરી રીપોર્ટ કરવા જણાવ્યું હતું. અન્ય અરજીઓમાં અરજદારોને સમજુતી આપી અરજીઓ દફતરે કરવા સુચના આપી હતી.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર, નિવાસી અધિક કલેક્ટર શ્રી શૈલેશ ગોક્લાણી, નાયબ કલેકટરશ્રી અમિત ગામીત, ટીડીઓ, મામલતદારશ્રીઓ સહિત સંબંધિત વિભાગના જિલ્લા-તાલુકાના અધિકારીશ્રીઓ અને અરજદારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Tags
समाचार