છોટાઉદેપુર જિલ્લા રોજગાર કચેરી, દ્વારા જિલ્લાના ધો.૮, ૧૦, ૧૨ પાસ, આઈ.ટી.આઈ., ડિપ્લોમા, ગ્રેજ્યુએટ, બી.ઈ. જેવી લાયકાત ધરાવતા ૧૮ થી ૩૫ વર્ષના સ્ત્રી પુરુષ ઉમેદવારો માટે આગામી તા. ૩૦/૦૭/૨૦૨૪ ના સવારે ૧૦-૦૦ વાગે શ્રી એમ. સી. રાઠવા આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, પાવી જેતપુર ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજવામાં આવનાર છે. આ ભરતી મેળામાં છોટાઉદેપુર, વડોદરા અને અમદાવાદ જિલ્લાના ૧૦ થી વધારે નોકરીદાતાઓ દ્વારા ટેકનીકલ અને નોન ટેકનીકલની ૫૦૦ જેટલી જગ્યા માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. વધુમાં ઉમેદવારોને સ્વરોજગાર લોન સહાય, લોન સહાય યોજના, ફ્રી વોકેશનલ તાલીમ કોર્ષ, અગ્નીવીર યોજના અને તેના માટેની ફ્રી નિવાસી તાલીમ યોજના, વિદેશમા રોજગારી અને શિક્ષણની તકો તથા સેફ લીગલ માઈગ્રેશન અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત ઓનલાઈન રોજગારલક્ષી અનુબંધમ પોર્ટલ અને એન.સી.એસ. પર નામ નોંધણી કરવામાં આવશે. છોટાઉદેપુર જિલ્લાના રોજગારવાચ્છું ઉમેદવારોને ૫ બાયોડેટા સાથે ભરતી મેળામાં સ્વખર્ચે હાજર રહેવા જિલ્લા રોજગાર અધિકારી, છોટાઉદેપુર અખબારી યાદીમાં જણાવાયું
પાવી જેતપુર ખાતે આગામી તા. ૩૦ જુલાઈના જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન કેમ્પ યોજાશે
byVirendrasinh desai
-
0