છોટાઉદેપુર- બોડેલી- સંખેડા- વડોદરા રૂટની અદ્યતન મેટ્રો લીંક બસ શરુ કરવામાં આવી.


 બોડેલી એસટી ડેપો ખાતે આજરોજ છોટાઉદેપુરથી વડોદરા વાયા સંખેડા રૂટની નવી મીની બસ શરુ કરવામાં આવી હતી. તદન નવી નકોર બસ વડોદરા રૂટ પર આ પ્રથમ બસ દોડશે. મેટ્રો લીંક સર્વિસની આ અદ્યતન બસ સર્વિસ વડોદરા જવા માટે છોટાઉદેપુરથી બપોરે ૯.૪૦ વાગે નીકળશે. આજ રોજ બોડેલી ડેપો ખાતે જીલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ ના ચેરમેન સંજયભાઈ રાઠવા, બોડેલી ડેપો મેનેજર એસ.પી.વસાવા દ્વારા છોટાઉદેપુર-સંખેડા-વડોદરા રૂટની નવી મીની બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતું. બસને પ્રસ્થાન કરાવવા માટે ડ્રાઈવર, કંડકટર અને એસટી ડેપોના કર્મચારીઓ ઉપસ્થીત રહ્યા હતા. એસ.પી વસાવા ડેપો મેનેજરે જણાવ્યું હતું કે  નવા મોડેલની આ પ્રથમ મીનીબસ છે. લોકોને વધુ ને વધુ લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
                                                                                    મેટ્રો લીંક બસનું સમય પત્રક

સમય ક્યાંથી ક્યાં સુધી

સવારે ૭.૩૦ બોડેલી થી સંખેડા

સવારે ૮.૨૦ સંખેડાથી છોટાઉદેપુર

સવારે ૯.૪૦ છોટાઉદેપુરથી બોડેલી, સંખેડા થઈ વડોદરા

બપોરે ૨.૦૦ વડોદરાથી સંખેડા, બોડેલી થઈ છોટાઉદેપુર

સાંજે ૫.૪૦ છોટાઉદેપુરથી સંખેડા

સાંજે ૭.૧૦ સંખેડાથી બોડેલી                                                                                                                 રિપોટર વિરેન્દ્રસિંહ દેસાઈ જબુગામ     

Post a Comment

Previous Post Next Post