છોટાઉદેપુર જિલ્લાના બોડેલીની નકલી સરકારી કચેરી મુદ્દે છોટાઉદેપુરના એસપીએ આજે પ્રેસ કૉન્ફરન્સ કરીને મોટા ખુલાસા અને કામગીરી અંગે માહિતી આપી છે. નકલી સરકારી કચેરીના બનાવમાં અત્યાર સુધી પોલીસે કરેલી કામગીરી અંગે છોટાઉદેપુર જિલ્લાના એસપી ઈમ્તિયાઝ શેખએ જણાવ્યુ કે, 26/10/2023ના રોજ પ્રાયોજના વહીવટદારના કર્મચારી દ્વારા ફરિયાદ દાખલ કરાઈ છે, અને આ મામલે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સંદીપ રાજપૂત અને અબુબકર સૈયદની ધરપકડ કરવામાં આવી છે. બંનેની વૉટ્સએપ ચેટના આધારે અબુબકરની ધરપકડ કરવામાં આવી છે. 12 દિવસના રિમાન્ડ મળ્યા હોવાથી હાલ તપાસ ચાલી રહી છે. ભાડે ઓફિસ રાખી હતી જેનું ભાડું અબુબકર સૈયદ ચૂકવતો હતો, અન્ય કોઈ સરકારી કચેરીમાં આવા કામો કર્યા છે કે કેમ તે અંગેની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. એન તપાસ કરાશે. CDR અને બેન્ક એકાઉન્ટની માહિતી મેળવવામાં આવશે અને તેના આધારે તપાસ થશે. જે એકાઉન્ટમાં 4.15 કરોડ રૂપિયા ચૂકવાયા તે એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યુ છે. એકાઉન્ટ ઘણા સમય પહેલા જ ખાલી કરી દેવામાં આવ્યું છે, તેમાં નાણાં હાલ નથી. સંદીપ રાજપૂત બીકૉમ સુધી ભણ્યો છે અને સરકારી કમો કરતો હતો, જ્યારે અબુબકર સૈયદ 2007થી સરકારી કૉન્ટ્રાકટના કામ કરતો હતો.
રિપોટર વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી