મહિલા પોલીસ હેડ કોન્સ્ટેબલ આજે લાંચ લેતા ભરૂચ ACB દ્વારા રંગે હાથ ઝડપાઇ



 ગુજરાતના એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ છોટાઉદેપુરના ડિવિઝન 3 સ્થિત મહિલા પોલીસ સ્ટેશનમાં તૈનાત મહિલા હેડ કોન્સ્ટેબલને રૂ.5000ના લાંચ કેસમાં ઝડપી પાડ્યો છે                            કેસની વિગત મુજબ ફરિયાદી અને તેની પત્ની વચ્ચે મતભેદ થતાં ફરિયાદીની પત્નીએ મહિલા પોલીસ સ્ટેશન છોટાઉદેપુરમાં તેની સામે અરજી કરી હતી. ત્યાર બાદ આરોપી મહિલા હેડ કોન્સ્ટેબલ અરૂણાબેન કરશનભાઈ રાઠવા (ઉ.વ.39)એ 4 જાન્યુઆરી 2024ના રોજ ફરિયાદીનું નિવેદન લઈ ફરિયાદી પાસેથી રૂ.10 હજારની લાંચ માગી હતી.જે બાદમાં ઘટાડીને રૂ.5000 કરી દેવામાં આવી હતી. આરોપી પોલીસે તે જ દિવસે રૂ. 2000 લીધા હતા અને ફરિયાદીને બાકીના રૂ. 3000 જામીન સાથે 6 જાન્યુઆરી, 2024 ના રોજ લાવવા જણાવ્યું હતું. 3000ની લાંચની રકમ આપવા તૈયાર ન હોય ફરિયાદીએ એ.સી.બી.એસીબીએ બાદમાં ગોઠવેલા છટકામાં પોલીસ સ્ટેશનના કોમ્પ્યુટર રૂમમાં લાંચ લેતા આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો. 4 જાન્યુઆરી, 2024ના રોજ ચૂકવાયેલી 2000 રૂપિયાની લાંચની રકમ પણ મળી આવી છે

Post a Comment

Previous Post Next Post