છોટાઉદેપુર જીલ્લાના નાની દુમાલી જુથ ગ્રામ પંચાયતના નાની દુમાલી, મોટી દુમાલી, જલોદા, ગૂંગાવાડા, ખોડીવલ્લી ગ્રામ્ય વિસ્તારોમાં દિપક ફાઉન્ફેશન સંચાલિત Family base & Alternative care in Gujarat (TFBAC-3087) (મિરેકલ પ્રોજેક્ટ) કાર્યરત છે જે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ બાળ સુરક્ષા અને બાળ અધિકારો સંદર્ભે કાયદા અંગે અમલીકરણ કરાવી રહ્યું છે આ પ્રોજેક્ટ અંતર્ગત ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિ રચાયેલી છે આ સમિતિના સભ્યો સમયાન્તરે મીટીંગ યોજી અગત્યના મુદ્દાઓની ચર્ચા કરે છે અને નિરાકરણ માટે ઉપાય શોધે છે. જેમાં વિવિધ મુદ્દાઓ જેવાકે પારિવરિક સબંધ, આર્થિક સ્થિતિ, જીવન શૈલી, શિક્ષણ, આરોગ્યુ જેવા વિષયો સામેલ છે.
જેમાં આ પાંચ મુખ્ય મુદ્દાને ધ્યાનમાં રાખી સરકારશ્રીની તમામ યોજનાઓનો લાભ મળી રહે એ હેતુથી દિપક ફાઉન્ડેશન- છોટાઉદેપુર (બોડેલી) દ્વારા તા.૧૧/૦૩/૨૪ના રોજ્ નાની દુમાલી પંચાયત ખાતે વન વિન્ડો અવેરનેસ કેમ્પનું આયોજન કરવામા આવ્યું હતું.
જેમાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, છોટાઉદેપુરના સહયોગથી ધન્વંતરી રથ તેમજ અધ્યતન ટેક્નોલોજી સાથેની લેબોરેટરી અને એક્સરેની તપાસ સ્થળ પર ફ્રીમાં કરવામા આવી. જેમા બાળ સુરક્ષા એકમનાં અધિકારીશ્રી, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્પાણ બોર્ડ, છોટાઉદેપુરના અધિકારીશ્રી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાયસીંગપુરાના મેડિકલ ઓફિસરશ્રી અને આરોગ્ય સ્ટાફ દ્વારા વિવિધ સરકારી યોજનાકિય્ માહીતી ગ્રામજનોને આપવામાં આવી તેમજ દ્વારા સરકારશ્રીની આયુષ્યમાન ભારત જન આરોગ્ય યોજના, ઈ-નિર્માણ કાર્ડ, રેશન કાર્ડ સુધારણા તેમજ આધાર કાર્ડ જેવા સરકારી દસ્તાવેજ એક જ સ્થળે લગભગ્ ૧૫૦ જેટલાં લાભાર્થીઓ એ લાભ લીધો હતો