નારી શક્તિ વંદના કાર્યક્રમમાં માન સાસંદશ્રી શ્રીમતી ગીતાબહેન રાઠવાની અધ્યક્ષસ્થાને યોજાયો હતો.તેમણે તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે વિધાનસબા મતવિસ્તાર ૧૩૮માં કુલ ૧૦૮ જૂથોને ૫૧ લાખ કરતા વધુ સહાય વિતરણ કરવામા આવી હતી. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત જિલ્લના સ્વ સહાય જૂથ અને સખી મંડળો આત્મનિર્ભર બન્યા છે.વધુમાં તેમણે જણાવ્યું કે મહિલાઓનું ઘર,ગામ,સમાજમાં યોગદાન પ્રસંસનીય છે.તેઓના નિર્ણય શક્તિની સમાજમાં સરાહના થઇ રહી છે. કવાંટ તાલુકામાં ૧૯૦૧ જેટલા સ્વ સહાય જૂથો કાર્ય કરી રહ્યા છે અને કવાંતમાં ૧૨૨ ગ્રામ સંગઠનો કાર્યરત છે
માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી બંગાળથી વર્ચ્યુઅલ ઉપસ્થિતી અને અને માન મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પાટણ ખાતે “નારી શક્તિ વંદના” કાર્યક્રમ યોજાયો હતો.
મહિલા સ્વ સહાય જૂથ અને સખી મંડળની લાભાર્થી બહેનોએ સાફલ્યગાથા કહી હતી.
આ કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, પાવી જેતપુર ધારાસભ્ય શ્રી જેન્તીભાઈ રાઠવા તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પશુપાલન અધિકારીશ્રી,પદાધિકારીશ્રી સહિત સખી મંડળો, સ્વ સહાય જૂથોની બહેનો મોટી સંખ્યામાં સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા